ગાંધીધામ: રૂ.5.55 કરોડના USDT ખંડણીકાંડમાં પૂર્વ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી: મુખ્ય આરોપી સહિત 5 ઝડપાયા
ગાંધીધામના ચકચારી રૂ.5.55 કરોડના USDT ખંડણીકાંડમાં પૂર્વ કચ્છ પોલીસે અગાઉ દસ આરોપીઓ ઝડપ્યા બાદ મોટી કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત ATS અને પંજાબ STFની મદદથી મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચા, સોહિલ જુસબ બુચડ અને રિઝવાન હુશેન કિચાને પંજાબના ભટિંડાથી, જ્યારે સહ આરોપી મુનાવર મન્સુરભાઈ બુચડને જામનગર અને નાગજી બળદેવભાઈ દેસાઈને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યા છે.આ અંગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા માહિતી અપાઈ