ગાંધીધામ: પૂર્વ કચ્છ પોલીસના 26 કર્મચારીઓને પ્રમોશન, SP કચેરી ખાતે પાઈપિંગ સેરેમની યોજાઈ
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના કુલ 26 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું.પ્રમોશનમાં 15 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તેમજ 11 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે બઢતી આપવામાં આવી હતી.આ અવસરે ગતરોજ એસપી કચેરી ખાતે પાઈપિંગ સેરેમની યોજાઈ હતી.અધિકારીઓએ પ્રમોશન મેળવનાર તમામ પોલીસ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી.