ખંભાત: રાલેજ સિકોતર માતાજી મંદિરે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય સહીત જિલ્લા પ્રમુખ જોડાયા.
Khambhat, Anand | Jun 13, 2026 ખંભાત તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ પુર્ણ થવાના અવસરે શ્રી શિકોતર માતાજી મંદિર, રાલેજ મુકામે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીલુભા સિંધા, ખંભાત તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મંગળભાઈ સોલંકી, એપીએમસી ચેરમેન ગિરીશભાઈ પટેલ, જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો જોડાયા.