સુરત:ધોળા દિવસે અસામાજિક તત્ત્વોનો આતંક બે ફામ
નાના વરાછા ઢાળ પાસે રોડ વચ્ચે કારચાલક પર હુમલો કરવામાં આવ્યો.
માથાભારે યુવકે ચાલતી કારના બોનેટ અને દરવાજા પર ચઢી જઈ ચાલક સાથે ઝપાઝપી કરી.
રોષે ભરાયેલા શખ્સોએ રસ્તા વચ્ચેના ડિવાઈડરમાંથી મોટા પથ્થરો હાથમાં ઉપાડી લીધા હતા.
ભારેખમ પથ્થરો છૂટા મારીને કારના કાચ અને સાઈડ મિરરના ભૂકા બોલાવી દીધા.
ભરચક રસ્તા પર બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો.
જાહેરમાં ગુંડાગીરી કરનારા આવા તત્ત્વો સામે કડક કાનૂની પગલાં લેવા સ્થાનિકોમાં ઉગ્ર માગ ઊઠી છે.
Udhna, Surat | Nov 17, 2026