બારડોલી: રાધા બાગ નજીક ગેસ લાઇનમાં ભંગાણથી આગની ઘટના, તાત્કાલિક કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
Bardoli, Surat | Feb 3, 2026 બારડોલી શહેરના રાધા બાગ વિસ્તાર નજીક આજે આગની ગંભીર ઘટના સર્જાઈ હતી. ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન અચાનક ભૂગર્ભ ગેસ લાઇનમાં ભંગાણ પડતા ભારે આગ ભભૂકી ઉઠી હતી. ગેસ લીકેજના કારણે આગ ઝડપથી ફેલાવાની શક્યતા ઉભી થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.