બારડોલી: બારડોલીમાં SIR કામગીરી દરમિયાન મુસ્લિમ મતદારોના નામ કમી કરવાની અરજીઓથી હોબાળો
Bardoli, Surat | Feb 3, 2026 મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી દરમિયાન બારડોલી નગરના વોર્ડ નં. ૫ માં વસવાટ કરતા ૧,૯૦૦થી વધુ મુસ્લિમ નાગરિકોના નામ કમી કરવા માટે ફોર્મ નં. 7 ભરાયાં હોવાનું સામે આવતા ભારે હોબાળો મચ્યો છે. આ મામલે નગરસેવક ફરીદ સુલેમાન ગજીયા તથા તેમના પરિવારના નામો પણ મતદાર યાદીમાંથી ગાયબ હોવાનું જણાયું છે. નગરસેવક ફરીદ ગજીયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે તેઓ વર્ષોથી વોર્ડ નં. 5 ના ભંડારી વાડ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે.