બારડોલી: વીર નર્મદ યુનિવર્સિટી રમતોત્સવમાં બારડોલીની ઉર્વશી ગામીતનો ગોલ્ડ સાથે યુનિવર્સિટી રેકોર્ડ
Bardoli, Surat | Feb 2, 2026 સુરત ખાતે યોજાયેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52 મા ખેલકૂદ રમતોત્સવમાં પી.આર.બી. આર્ટ્સ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજ, બારડોલીની કુ. ઉર્વશી અનીલભાઈ ગામીતે ભાલા ફેંકમાં ૩૫.૧૬ મીટર સાથે નવો યુનિવર્સિટી રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે કુ. માનસી હિમાંશુભાઈ પટેલે ૪૦૦ અને ૮૦૦ મીટર દોડમાં તથા કુ. સપના ધર્મેશભાઈ ગામીતે ચક્ર ફેંકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા. વિજેતા ખેલાડીઓનું કોલેજ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું.