પારડીના ડુંગરી ગામે બંધ મકાનમાંથી ₹૯ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ભાવનગરની ગેંગના બે સાગરીતો ઝડપાયા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલા બેરવાડ ફળિયામાં ગત ૨૩ મેના રોજ સાંજના સમયે એક બંધ મકાનને નિશાન બનાવી ₹૯,૦૨,૦૦૦ની મત્તાની ચોરી કરનાર આંતરજીલ્લા તસ્કર ટોળકીના બે સાગરીતોને વલસાડ એલ.સી.બી. (LCB) અને પારડી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ટૂંકવાડા હાઈવે નજીકથી ઝડપી પાડ્યા છે.
પારડી ના ડુંગરી ગામના પન્નાબેન પટેલ પરિવાર સાથે ભાઈના દીકરાની બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા, ત્યારે તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમના કબાટ તથા સેટી પલંગમાંથી ૨૦૫.૫ ગ્રામ સોનાના દાગીના (કિંમત ₹૮,૨૨,૦૦૦) અને ₹૮૦,૦૦૦ રોકડાની ચોરી કરી હતી..પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ આદિલ ઉર્ફે તપેલી મહેબુબભાઈ મલેક (ઉ.વ. ૨૨, રહે. ભાવનગર) અને સમીર સલીમભાઈ ડેરૈયા (ઉ.વ. ૨૫, રહે. પાલીતાણા) એ કબૂલાત કરી છે કે તેઓએ નવસારીથી ચોરી કરેલી બાઈક પર રેકી કરીને આ ચોરીને અ�
Valsad, Valsad | Jun 10, 2026