વલસાડ LCB પોલીસે વાપી ચલા ડાભેલ ચેકપોસ્ટ પાસેથી ઓટો રિક્ષામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હીસ્કી અને વોડકાની બોટલો તથા ટીન ઝડપી પાડી,દારૂ અને રીક્ષા મળી કુલ રૂપિયા ૩.૬૦ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા
વલસાડ જીલ્લામાં દેશી અને વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. આ સૂચના અને LCB પો.ઇન્સ. શ્રી એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી.
પેટ્રોલિંગ દરમિયાન LCBના અ.પો.કો. કલ્પેશ હિમલભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોજે વાપી ચલા ડાભેલ ચેકપોસ્ટ પાસે રોડ પરથી પસાર થતી એક બજાજ ઓટો રિક્ષાને રોકી તપાસ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન ઓટો રિક્ષામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હીસ્કી અને વોડકાની બોટલો તથા ટીન �
Valsad, Valsad | Jun 24, 2026