વાપીના ડુંગરાના છીરી વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી તમંચા સાથે એક આરોપીને ઝડપી પાડતી વલસાડ SOG
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ અસામાજિક તત્વો અને ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહ સાહેબ (સુરત વિભાગ) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. કરણરાજ વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ એસ.ઓ.જી. (Special Operations Group) ને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.ડી. પરમારની સૂચનાથી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે..ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી
એસ.ઓ.જી.ના પો.સ.ઇ. એસ.આર. સિસોદિયા તથા પોલીસ કર્મચારીઓની ટીમો ગ્રાઉન્ડ લેવલ પર વર્કઆઉટમાં હતી. તે દરમિયાન એ.એસ.આઇ. અશોકકુમાર રમાશંકર તથા હે.કો. મોહમ્મદ સફી સુલેમાનભાઈને તેમના અંગત અને વિશ્વસનીય બાતમીદારો તરફથી સંયુક્ત બાતમી મળી હતી કે એક ઇસમ હ�
Valsad, Valsad | Jun 24, 2026