વલસાડ LCB પોલીસે વાપીના ચલા ડાભેલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને સ્વિફ્ટ ડિઝાયર કારના ચોર ખાનામાં સંતાડીને લઈ જવાતો રૂ. ૯૯,૦૭૨નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,બે રાજસ્થાની બુટલેગરની ધરપકડ
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) દમણથી સુરત તરફ કારના ગુપ્ત ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪,૦૯,૦૭૨નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ LCBના પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ મહેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના ચલા ડાભેલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર: **GJ-05-JD-5605**) અટકાવી તપાસ કરતા, તેના ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને વોડકાની કુલ **૩૩૬ બાટલીઓ (૬૦.૪૮૦ લીટર)** મળી આવી હતી..ઝડપાયેલા આરોપીઓ:
1. **ભજનલાલ બાબુલાલ જાંગુ** (ઉં.વ. ૩૪, હાલ રહે. પલસાણા, સુરત; મૂળ રહે. સાંચોર, ઝાલોર, �
Valsad, Valsad | Jun 25, 2026