ગાંધીધામ: મનપા કમિશનર બી.ડી. ડાવેરાએ આદિપુર વિસ્તારમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું
ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બી.ડી. ડાવેરાએ આજે આદિપુર ના હાથી બગીચો, પોસ્ટ ઓફિસ થી ગાંધી સમાધી અને ત્યારબાદ મૈત્રી સ્કૂલ ગેટ સુધી સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલી સફાઈ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સફાઈ કામગીરી વધુ અસરકારક રીતે થાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ,સેનેટરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ આહીર તથા તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી