સિહોર: સિહોરના દેવગાણા ગામમાં પાણી મુદ્દે ગ્રામજનોનો હોબાળો, 20 દિવસથી પાણી માટે વલખા મારતા લોકોનો પંચાયત પર રોષ
શિહોરના દેવગાણા ગામમાં પાણી મુદ્દે ગ્રામજનોનો હોબાળો 20 દિવસથી પાણી માટે વલખા મારતા લોકો પંચાયત પર રોષ વ્યક્ત કર્યો હતો ગામના અનેક વિસ્તારની અંદર પાણી પુરવઠો બંધ રહેતો હોય અને પાણીનો મળતા દૈનિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય વડીલો અને મહિલાઓને પાણી માટે દૂર દૂર વ્યવસ્થા કરવી પડતી હોય પંચાયત સામે રોષ વ્યક્ત કરતા અંતે પંચાયત દ્વારા બાહેધરી આપતા ગ્રામજનો શાંતિપૂર્ણ વિખેરાયા હતા