કાલોલ: ગિરધરપુરી નજીક નર્મદા માઈનર કેનાલમાં સમયસર પાણી નહીં છોડાતા ડાંગરના ઉભા પાકને નુકસાન, ખેડૂતો મુકાયા ચિંતામાં
કાલોલ તાલુકાના પંથકમાં નર્મદા તેમજ પાનમ કેનાલના પાણી સમયસર નહિ છોડાતાં ડાંગર સહિતના પાકો સુકાઈ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. જેથી તાલુકાના ખંડોળી, રાજપુરા, ગીરધરપુરી સહિતના વિસ્તારોમાં ડાંગરનો ઉભો પાક સુકાતાં તંત્ર દ્વારા સમયસર પાણી છોડવાની માંગ ઉઠવા પામી છે.