ખંભાત: ગોલાણામાંથી વિદેશી દારૂ-બીયર વેચતો શખ્સ ઝડપાયો
Khambhat, Anand | Jun 22, 2026 ખંભાત રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, ગોલાણા ગામે આવેલા વણકરવાસમાં રહેતો પ્રવિણભાઈ બાબુભાઈ ચૌહાણ વણકર વિદેશી દારૂનો વેપલો કરે છે. જેથી પોલીસે છાપો મારતા પ્રવિણભાઈ ઝડપાઈ જવા પામ્યો હતો. તેની પાસેથી વિદેશી દારૂના 48 ક્વાર્ટરીયા તેમજ બીયરના 7 ટીન મળી આવ્યા હતા. જેની કિંમત 5780 રૂપિયા જેટલી થવા જાય છે. આ અંગે ખંભાત રૂરલ પોલીસે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.