ગાંધીધામ: પૂર્વ કચ્છમાં 100 ટ્રાફિક બ્રિગેડ જવાનોની ભરતી થશે,ગાંધીધામ સિટી ટ્રાફિક પીએસઆઈ ડી.સી. ગોહિલે માહિતી વર્ણવી
પૂર્વ કચ્છ જિલ્લામાં સતત વધી રહેલા ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગૃહ વિભાગે ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે 100 ટ્રાફિક બ્રિગેડ જવાનોની નવી જગ્યાઓ મંજૂર કરી છે.પૂર્વ કચ્છ ગાંધીધામ સિટી ટ્રાફિક પીએસઆઈ ડી.સી. ગોહિલે જણાવ્યું હતું કે નવી ભરતી અંતર્ગત ગાંધીધામમાં 49, અંજારમાં 23, ભચાઉમાં 17, આદિપુરમાં 15 અને રાપરમાં 9 ટ્રાફિક બ્રિગેડ જવાનોની નિમણૂક કરવામાં આવશે.