અંજાર: બાગેશ્રી સોસાયટીના ગેટ પાસેથી અંજારના પ્રોહિબિશન ગુનામાં 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | Apr 8, 2026 પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી ખાસ ડ્રાઈવમાં એસ.ઓ.જી.ને મોટી સફળતા મળી છે. પી.આઈ. એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે અંજારના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી મયુરસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ. 36) ને બાગેશ્રી સોસાયટીના ગેટ પાસેથી ઝડપી પાડયો છે. પકડાયેલ આરોપી દારૂ અને જુગાર સહિતના 6 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.