કામરેજ: પીપોદરા નજીક હિટ એન્ડ રનની ઘટના માં એકનું મોત થયું
Kamrej, Surat | Nov 30, 2025 સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. કીમ ચારરસ્તા નજીક પીપોદરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક આધેડ બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, રામચંદ્ર પાંડે નામના આધેડ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે કીમ ચારરસ્તા નજીક પીપોદરા પાસે તેમને એક અજાણ્યા વાહને અડફેટે લીધા હતા.