ઘુઘસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય સમિતિના ચેરમેન અને DHO દ્વારા મુલાકાત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સુમનબેન મુકેશભાઈ ડામોર તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત સહિતના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
તા. 29 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલી આ મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફની હાજરી, દૈનિક કામગીરી, દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા તેમજ સ્વચ્છતા સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કેટલાક કર્મચારીઓ નિયત યુનિફોર્મ વિના ફરજ બજાવતા હોવાનું ધ્યાનમાં આવતા તેમને જરૂરી નોટિસ આપવામાં આવી હતી અને ફરજ દરમિયાન નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત નર્સિંગ સ્ટાફને રાત્રિના સમય�