દાહોદ કેશવ માધવ મંચ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
દાહોદ શહેરના કેશવ માધવ મંચ ખાતે નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરી નાગરિકોને જરૂરી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઈ નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી તેમજ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મોટી સંખ્યામાં નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કુલ 283 લાભાર્થીઓની ઓપીડી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 186 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને સુગરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
આયુષ્માન ભારત–PMJAY યોજના અંતર્ગ