ભાઠીવાડા ગામે બ્રિજના નિર્માણકાર્યની ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સ્થળ પર જઈ સમીક્ષા કરી
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામની મુલાકાત દરમિયાન દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ રાણાપુર પાટિયા પાસે આવેલા કોતર પર ચાલી રહેલા બ્રિજના નિર્માણકાર્યની સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન ધારાસભ્યએ બ્રિજના ચાલી રહેલા બાંધકામની કામગીરી અંગે સ્થળ પર હાજર સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી હતી. બ્રિજના નિર્માણકાર્યની પ્રગતિ તેમજ કામગીરી દરમિયાન ધ્યાનમાં લેવામાં આવતી વિવિધ બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ બ્રિજનું નિર્માણકાર્ય ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. સાથે જ કામ સમયબદ્ધ રીતે અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે અંગે પણ સંબંધિત તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાણાપુર પાટિયા પાસે બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોને આવાગમનમાં વધુ �