સુખસરના ભોજેલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ભોજેલા ગામે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને પાત્ર લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓની માહિતી મળી રહે તેમજ વિવિધ સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે દિશામાં કામગીરી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન છેવાડાના નાગરિકો સુધી વિકાસલક્ષી યોજનાઓ અને સરકારી સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું