EMRS ગરબાડા ખાતે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં PHC જંભુઆના સહયોગથી નિયમિત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય તપાસ કેમ્પ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી મેળવી તેમને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રકારની નિયમિત આરોગ્ય તપાસથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં મદદ મળે છે તેમજ જરૂરિયાત જણાય ત્યારે સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય છે.
EMRS ગરબાડાના વિદ્યાર્થીઓને સતત આરોગ્યલક્ષી સહયોગ અને માર્ગદર્શન આપવા બદલ શાળા પરિવાર દ્વારા PHC જંભુઆ તથા આરોગ્ય વિભાગની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે તેમના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાય તે માટે આવા આરોગ્ય તપાસ કેમ્પ મહત્વપૂર્ણ બની રહ્યા છે.