દાહોદ RTO કચેરી ખાતે અરજદારોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું
દાહોદ RTO કચેરી ખાતે આવતા અરજદારોને રોડ અકસ્માત અટકાવવાના હેતુસર રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન અરજદારોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા તેમજ વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી અકસ્માતનું જોખમ ઘટાડી શકાય અને માર્ગ પર વાહનચાલકો તથા અન્ય લોકોની સલામતી જાળવી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત અકસ્માતની સ્થિતિમાં મદદરૂપ થતી રાહવીર યોજના તથા PM-RAHAT યોજના અંગે પણ અરજદારોને માહિતી આપવામાં આવી હતી. અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ મળી રહે અને તાત્કાલિક સારવાર સુધી પહોંચાડવામાં સહયોગ મળે તે માટેની પ્રક્રિયા અને યોજનાના મહત્વ અંગે સમજણ આપવામાં આવી હતી.
RTO કચેરી ખાતે યોજાયેલી આ માર્ગદર્શન પ્રવૃત્તિનો હેતુ અરજદારોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાનો તેમજ અકસ્માતની પરિ�