આદિવાસી સમાજનું ગૌરવ: મુણધા ગામના આઝાદભાઈ મકવાણાએ ફ્રાન્સમાં ITER પ્રોજેક્ટની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના મુણધા ગામના આઝાદભાઈ મકવાણાએ આંતરરાષ્ટ્રીય સ્તરે દાહોદ જિલ્લાનું નામ ગૌરવવંતુ કર્યું છે. સામાન્ય આદિવાસી પરિવારમાંથી આગળ આવી વૈજ્ઞાનિક સંશોધન અધિકારી તરીકે કાર્યરત આઝાદભાઈ મકવાણાએ ફ્રાન્સમાં યોજાયેલી વિશ્વના અનેક દેશોની ભાગીદારી ધરાવતા મહત્વપૂર્ણ ITER પ્રોજેક્ટની બેઠકમાં ભાગ લીધો હતો.
મુણધા ગામથી શરૂ થયેલી તેમની સફર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક મંચ સુધી પહોંચી છે. ફ્રાન્સમાં યોજાયેલી ITER પ્રોજેક્ટની બેઠકમાં ભારત તરફથી ભાગ લઈને આઝાદભાઈ મકવાણાએ વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે પોતાની કામગીરી અને ક્ષમતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આઝાદભાઈ મકવાણાની આ સિદ્ધિ તેમના પરિવાર અને મુણધા ગામ માટે ગૌરવની સાથે સમગ્ર દાહોદ જિલ્લા અને આદિવાસી સમાજ માટે પણ પ્રેરણાદાયી બની છે. સામાન્ય પરિવારમાંથ�