ખંભાત: ખંભાતના તરકપૂર ગામના વ્યક્તિ પાસેથી 5 તોલા દાગીના પચાવી પાડનાર જવેલર્સ વિરુદ્ધ ફરિયાદ
તરકપુરમાં રહેતા 32 વર્ષીય કિશનભાઈ ત્રિકમભાઈ ગોહેલે વર્ષ 2018માં તેમના પત્ની આશાબેન બીમાર હોઈ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા અને સારવારનો ખર્ચ વધી જતાં તેમણે ખંભાત ચોક્સી બજારમાં આવેલી ચોક્સી રામચંદ્ર જગમોહનદાસ દુકાને પાંચ તોલા સોનાના દાગીના મૂકીને તેની અવેજમાં રૂપિયા 65 હજાર માસિક 2 ટકાના વ્યાજે લીધા હતા.વર્ષ 2024માં વ્યાજના રૂપિયા 86 હજાર રામચંદ્ર જગમોહનદાસ પાસે ભર્યા હતા. દાગીના છોડાવવા જતા જવેલર્સે હાથ અધ્ધર કરી લીધા હતા.