અંજાર: GETCOના રૂ.100 પ્રતિ રનિંગ મીટર વળતર સામે ખેડૂતોનો વિરોધ
Anjar, Kutch | Aug 7, 2026 અંજાર–ભીમાસર 66 KV વીજલાઇનમાં જૂના વાયરો બદલી નવા વાયરો નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરોમાં થનારી નુકસાની બદલ GETCO દ્વારા પ્રતિ રનિંગ મીટર રૂ.100 વળતર નક્કી કરાયું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.આ વળતર અપૂરતું હોવાનું જણાવી આજે GETCOની અંજાર કચેરી ખાતે આવેદનપત્ર આપી યોગ્ય અને પૂરતું વળતર નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.