અંજાર: શહેરમાંથી ચોરી કરેલ એક્સેસ વાહન સાથે બે આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપ્યા
Anjar, Kutch | May 1, 2026 ગાંધીધામ ‘બી’ ડિવિઝન પીઆઇ એસ.વી ગોજીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓને અટકાવી તપાસ કરતાં તેઓ પાસે રહેલું એક્સેસ વાહન ચોરીનું હોવાનું બહાર આવ્યું. વધુ પૂછપરછમાં બંને આરોપીઓએ અંજાર શહેર વિસ્તારમાંથી વાહન ચોરી કર્યાની કબૂલાત આપી હતી.પોલીસે બંને આરોપીઓ પ્રકાશ ભગવાનભાઈ સલાટ અને હરેશ વાલાભાઈ સલાટને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરેલ એક્સેસ વાહન તેમજ મોબાઈલ સહિત કુલ ₹40,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.