દાહોદ જિલ્લાના દુધીયામાં વોટરશેડમાંથી વારંવાર કેબલ ચોરી, ગ્રામજનોમાં રોષ
નદી કિનારે આવેલા કૂવા પરથી છેલ્લા 1 વર્ષમાં 4 વખત કેબલ ચોરાતાં પંચાયતને આર્થિક ફટકો, તસ્કરોને ઝડપી પાડવા લીમખેડા પોલીસ મથકે લેખિત રજૂઆત
લીમખેડા તા.24
લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં પીવાના પાણીની યોજના પર અજાણ્યા તસ્કરો તરાપ મારી રહ્યા હોવાની ગંભીર બાબત સામે આવી છે. ગામના લોકોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નદી કિનારે વિશેષ કૂવો અને વોટરશેડ તૈયાર કરવામાં આવ્યા છે. જોકે, અસામાજિક તત્ત્વો અને ચોર ટોળકી દ્વારા અવારનવાર વોટરશેડમાં લાગેલી મોટરના કિંમતી કેબલો કાપીને ચોરી કરી જવાનો સિલસિલો શરૂ થયો છે. છેલ્લા 1 વર્ષમાં જ આ પ્રકારે 3 થી 4 વખત કેબલ ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે ગ્રામ પંચાયત તંત્ર ત્રાહિમામ પોકારી ગયું છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓને ડામવા અને તસ્કરોને કાયદાનો પાઠ ભણાવવા માટે દુધિયા ગ્રામ પંચાયત દ્વારા લીમખેડા પોલીસ મથકમાં
Dohad, Dahod | Sep 24, 2026