આપ નેતા અનિલ ગરાસિયાએ દાહોદ જિલ્લાના બિલવાણીની આદિવાસી શાળાની ઓચિંતી મુલાકાત લીધી
આમ આદમી પાર્ટીના નેતા અને ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર અનિલ ગરાસિયાએ બિલવાણીની શ્રી આદિવાસી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી શાળાની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
શાળાના આચાર્ય સાથેની વાતચીતમાં શાળાની વિવિધ સમસ્યાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. અનિલ ગરાસિયાના જણાવ્યા મુજબ શાળામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં મળીને આશરે 569 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વર્ગખંડોની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને બેસવાની મુશ્કેલી અને પૂરતા વર્ગખંડોની સુવિધાનો અભાવ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચ માધ્યમિક વિભાગ શરૂ થયા બાદથી અંગ્રેજી વિષયના કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવી નથી અને હાલ કામચલાઉ શિક્ષક દ્વારા અભ્યાસક્રમ �
Dohad, Dahod | Sep 24, 2026