દાહોદ જિલ્લા કલેકટર સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
*સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી તેમજ લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા માટે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન સહિત અપાઈ સૂચના*
00
દાહોદ, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬:
દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ રજૂઆતો અને પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન સહિત સૂચના આપવામાં આવી હતી.
જેમાં પ્રસુતિ સહાય યોજનાની પેન્ડિંગ અરજી, શિક્ષણ સહાય યોજનાની પડતર અરજી, પાણીના કનેકશન બાબત, આર. ટી. આઈ. ને લગતા પ્રશ્નો, અટક માં સુધારો કરવા બાબત, કામોના બીલના ચૂકવણા બાબત, નવ�
Dohad, Dahod | Sep 24, 2026