દાહોદ જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત 22 સ્થળોએ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા
*5,680 જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓ અને નિષ્ણાત તબીબી તપાસનો લાભ લીધો*
00
દાહોદ, તા. 23 સપ્ટેમ્બર, 2026: ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ અને દેવગઢ બારીયા તેમજ જિલ્લાના 20 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ સ્થળોએ યોજાયેલા આ કેમ્પોમાં પદાધિકારીઓ, પંચાયતી રાજના સભ્યો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓ અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અંગેની શપથ લેવડાવવામાં આવ્યા હતા.
સાથે જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી તબીબી સલાહ અ�
Dohad, Dahod | Sep 24, 2026