સિહોર: શિહોર વોર્ડ નંબર એકમાં શર્મા પાર્કની ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી
શિહોર વોર્ડ નંબર એકમાં શર્મા પાર્કના ભોળાનાથ પાસેના મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યાની અંદર બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે સ્થાનિક લોકો દ્વારા શિહોર નગરપાલિકાની ફાયર ની ટીમને જાણ કરતા ફાયર ની ટીમ દ્વારા 12000 લીટર જેટલાઓ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવેલો હતો દોઢ કલાક બાદ આ કાબુમાં આવી હતી જોકે આસપાસમાં નીકળતી ગેસની લાઈન ના હિસાબે મોટી દુર્ઘટના ટળી છે સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી