કરજણ: કોલીયાદ અને દિવી ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ કોર્પોરેશન કંપનીના કેમિકલ ના પાણીથી ખેતીપાકને નુકશાન થતાં ખેડૂતોમાં રોષ.
કરજણ તાલુકાના કોલીયાદ અને દીવી ગામની સીમમાં ક્રિસ્ટલ કોર્પોરેશન નામની કંપની આવેલી છે.આ કંપનીનું દૂષિત કેમિકલ વારું પાણી કંપનીની આજુબાજુમાં આવેલા ખેતરોમાં જતાં ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણ અને દવા ખાતર નો છંટકાવ કરી મહા મહેનતે તૈયાર કરેલ કપાસ,શેરડી જેવા પાકો સૂકાતા હોવાના આક્ષેપો સાથે બન્ને ગામના કેટલાક ખેડૂતોએ આજે બપોર ના સુમારે ક્રિસ્ટલ કોર્પોરેશન નામની કંપની ખાતે પહોંચી હંગામો મચાવી કંપની સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.