કરજણ: રારોદ ગામે ગંદકીની સમસ્યાથી ત્રાહિઆમ પોકારી ઉઠેલા આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા કરજણ SDM ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
કરજણ તાલુકાના રારોદ ગામે આવેલ આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી પાણી ભરાઈ રહેતાં રોડ રસ્તા પર કાદવ કીચડ સાથે દૂષિત પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેના કારણે આદિવાસી વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ ખુબ વધી ગયો છે.છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે આદિવાસી વિસ્તારમાં રહેતાં રહીશોએ આજે બપોરે કરજણ SDMને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વરસાદી પાણી નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.