કરજણ: કરજણ ની શાંતિકુંજ સોસાયટી પાસે અંદર વોટર ટેન્કમાં પડી ગયેલ ગાયનું કરજણ ફાયર વિભાગ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યું કરાયું.
કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ શાંતિકુંજ સોસાયટી પાસે નવા બંધાઈ રહેલ મકાનના ખુલ્લા અંદર વોટર ટેન્કમાં આજે સવારે એક ગાય પડી હતી.જે અંગેની જાણ કરજણ ફાયર વિભાગની ટીમને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખુલ્લા અંદર વોટર ટેંકમાં પડી ગયેલ ગાય ને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરી હતી.જેમાં કરજણ ફાયર વિભાગની ટીમને ભારે જહેમત ઉઠાવ્યા બાદ ગાય ને રેસ્ક્યું કરવામાં સફળતા મળી હતી.