અંજાર: DYSP કચેરી ખાતે પોલીસ સ્ટેશનોમાં એમ.વી.એક્ટ ૨૦૭ હેઠળ ડિટેઇન કરવામાં આવેલ વાહનોની હરાજી કરાઈ
Anjar, Kutch | Mar 31, 2026 છેલ્લા ઘણા સમયથી સીટી ટ્રાફીક શાખાના કુલ ૭૯ વાહન તથા જીલ્લા ટ્રાફીક શાખા ના કુલ-૧૩ વાહન તથા એ ડિવિઝન પો.સ્ટે ના કુલ ૩૧ વાહન એમ.વી.એક્ટ ૨૦૭ હેઠળ કબજે કરેલ હતા જે વાહનોની જાહેર હરાજી મારફતે નિકાલ કરવા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, અંજાર ખાતે તા.૩૦/૦૩/૨૦૨૬ ના રોજ જાહેર હરાજી રાખવામાં આવી હતી. જે હરાજીમાં કુલ વાહનો-૧૨૩ ની અપસેટ વેલ્યુ રૂ.૫,૮૦,૫૦૦/- ની સામે જી.એસ.ટી સાથે કુલ્લે કિંમત રૂ.૭,૩૯,૨૭૦ /- માં વાહનોની હરાજી કરવામાં આવી હતી.