કાલોલ: વાછાવાડ ગામમાં ચોમાસામાં જુના કોતરના વરસાદી પાણીનો કોસ અટકાવવાના પ્રયાસ સામે ગામલોકોની મામલતદારને રજૂઆત
કાલોલ તાલુકાના વાછાવડ ગામના સ્થાનિક સરપંચના નેતૃત્વમાં સો સવાસો જેટલા મહિલાઓ સાથેના ગ્રામજનો એક રાવ સાથે સોમવારે મામલતદાર કચેરી પહોંચ્યા હતા. આ ગ્રામજનોની રાવ અનુસાર હાલના વાછાવડ ગામ અને વ્યાસડા ગ્રામ પંચાયતના રેવન્યુ સીમના રે.સ.નં.૨૭૮ને અડીને વર્ષો જૂનું કોતર પસાર થાય છે. અને તેમાંથી વરસાદી પાણીનો કાયમી નીકાલ બાપ દાદા વખતથી ચાલ્યા કરે છે.