ગાંધીધામ: એલસીબી પોલીસે આદિપુર વિસ્તારમાંથી પ્રોહી મુદ્દામાલ શોધી 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગળપાદર હાઇવે પર શર્મા રિસોર્ટ પાછળના મેદાનમાં ઈસુઝુ ગાડીમાં દારૂનો જથ્થો સગેવગે કરવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસને જોઈ ડ્રાઈવર વાહન મૂકી નાસી છૂટ્યો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી 750 એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો અને મોટી માત્રામાં ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે 6 લાખની કાર અને 4.26 લાખનો દારૂ મળી કુલ 10,26,420 નો મુદ્દામાલ જપ્ત કરી આદિપુર પોલીસને આગળની તપાસ સોંપી છે.આ કામગીરી LCB પીઆઇ જે.એમ.વાળા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.