અંજાર: પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરબહાર કાઢી મુકાઈ પતિ, સાસુ, નણંદ અને દિયર સામે ગુનો
Anjar, Kutch | Aug 6, 2026 અંજારના દેવળીયા નાકે નોડે ફળિયામાં સાસરી ધરાવતી 33 વર્ષીય મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ શારીરિક તથા માનસિક ત્રાસ આપી બીમાર હાલતમાં ઘરમાંથી કાઢી મૂક્યાની ઘટના પ્રકાશમાં આવી છે.ફરિયાદીના જણાવ્યા મુજબ તેના પતિ, સાસુ અને દિયર ભેગા મળી તેની વિરુદ્ધ ચઢામણી કરી મારકૂટ કરતા હતા. આ અંગે મહિલા પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે તમામ ચાર સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.