વંથળી: કણજા ધાર નજીક બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો,2 ને ઇજા પહોંચી
જૂનાગઢ- કેશોદ હાઇવે પર વંથલીના કણજાધાર નજીક બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં માંગરોળ ગામના રહેવાસી 23 વર્ષીય કેતનભાઇ ધમર અને 18 વર્ષીય દિવ્યેશભાઈ મારું ને ઇજા પહોંચતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઇ સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માત ને પગલે થોડીવાર માટે હાઇવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.