મોરવા હડફ: મોરવા હડફના વંદેલી બાંડીશેરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત,બાઇક સવાર યુવકને રોંગ સાઈડથી આવતી ઈકો ગાડીએ ટક્કર મારી
મોરવા હડફના વંદેલી બાંડીશેરા ચોકડી પાસે પોતાની બાઈક લઈને ઉભેલા યુવક અમરતભાઈ ઝાલેયાને એક પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાંથી આવતી ઈકો ગાડીના ચાલકે જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા.અકસ્માતમાં યુવકને જમણા હાથે ફ્રેક્ચર તેમજ બંને ઘૂંટણ, મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના સર્જીને ઈકો ગાડીનો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો