ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપ્યો
એસ.પી. સાગર બાગમારની સૂચનાથી બી ડિવિઝન પીઆઇ એસ.વી ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે હ્યુમન સોર્સની બાતમી પરથી રાપર તાલુકાના આરોપી અરજણ દેવાભાઈ ભરવાડને ઝડપી લેવાયો હતો. આરોપી પાસેથી સોનાનું લોકેટ, બુટ્ટી, વીંટી અને કાનની શેર તેમજ 23,950 રોકડ અને મોબાઈલ મળી કુલ 53,950 નો મુદ્દામાલ રિકવર કરાયો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.