અડાજણમાં અનોખી છેતરપીંડીનો પર્દાફાશ! મચ્છર મારવાની દવાના 200 પેકેટના ઓર્ડરના નામે વેપારી સાથે ઠગાઈ
સુરત અડાજણમાં મચ્છર મારવાની દવાના 200 પેકેટના ઓર્ડરના નામે વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.
આરોપીઓએ પહેલા “NEXA Mosquito Repellent”નું સેમ્પલ બતાવી વિશ્વાસ જીત્યો, ત્યારબાદ ₹14,000 લઈ 200 પેકેટનો ઓર્ડર પહોંચાડ્યો. પરંતુ પેકેટ ખોલતા મચ્છર મારવાની દવાના બદલે અંદરથી નીકળ્યો લાકડાનો ભુક્કો/વ્હેર! 😱
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ અન્ય સાહેદો પાસેથી પણ ₹8,000 મળી કુલ ₹22,000ની છેતરપીંડી કરી હતી.
🔎 ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી અડાજણ પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
#Surat #SuratNews #Adajan #AdajanPolice #suratpolice
Udhna, Surat | Oct 8, 2026