Fake Bills & Diesel Cards: કરોડોની ઉચાપત કરી રોકડેથી 12 ટ્રકો ખરીદનાર કાવતરાખોરોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
Surat Transport Accountant Fraud Case: સુરત શહેરની આર્થિક ગુન્હા નિવારણ શાખા (Eco Cell, Crime Branch) એ ટ્રાન્સપોર્ટ પેઢીઓ “જે.કે.એક્ષ્પ્રેસ” અને “જે.કે.ટ્રાન્સલાઇન” સાથે થયેલી ₹૧૦,૮૪,૮૨,૮૦૩/- ની મસમોટી ઓનલાઇન ઉચાપત અને વિશ્વાસઘાતનો પર્દાફાશ કર્યો છે.
કંપનીમાં છેલ્લા ૧૧ વર્ષથી વિશ્વાસુ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મુખ્ય આરોપી પરીન ભરતભાઇ ટેલરે પોતાના પરિવાર અને મળતીયાઓ સાથે મળીને બેંક ટ્રાન્જેક્શનની એક્સેલ સીટમાં બેનીફીશીયરી એકાઉન્ટ નંબરો બદલી નાખ્યા હતા. આ કૌભાંડના પૈસાથી આરોપીએ રોકડેથી ૧૦ થી ૧૨ ટ્રકો તેમજ મિલ્કતો ખરીદી લીધી હતી અને ડિઝલ કાર્ડનો પણ દુરુપયોગ કર્યો હતો. ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં ઇકો સેલે સપાટો બોલાવીને એકાઉન્ટન્ટ, તેની પત્ની અને માતા સહિત કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Surat Eco Cell Action, Surat Accountant Fraud, Parin Bharatbhai Tailor, J K Express Surat, Dumas Police
#suratnews #gujaratnews #breakingnews #newsupdate
Udhna, Surat | Oct 8, 2026