ખંભાત: ખંભાતના રાલજમાં વૃદ્ધનું બંધ મકાન ચાવીથી ખોલીને તસ્કરો 1.63 લાખની મત્તા ચોરી ગયા
Khambhat, Anand | Jun 23, 2026 ખંભાતના રાલજ ગામે આવેલા એક વૃદ્ધ દંપતિ મકાનને તાળું મારીને ચાવી ઓસરીમાં આવેલા કબાટમાં દેખાય નહીં તે રીતે મૂકીને સુરત ગયા હતા. જો કે તેનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો.ઓસરીમાં આવેલા કબાટમાંથી ચાવી લઈને મકાનનું તાળું ખોલ્યું હતું.ત્યારબાદ મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી 1.63 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. એટલું જ નહીં ચોખા, બાજરી, મોરસ, તેલનો ડબ્બો વગેરે અલગ અલગ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે.