સુરતમાં આ વર્ષે બાપ્પાના દરબારમાં જોવા મળશે ભવ્ય કોણાર્ક સૂર્ય મંદિરની થીમ!
સાયરામ યુવક મંડળ દ્વારા આયોજિત 29મા ગણેશ મહોત્સવમાં ઓડિશાના પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિરની થીમ પર ભવ્ય ગણપતિ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ✨
દસ દિવસીય મહોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક સેવા, સાંસ્કૃતિક કાર્યક્રમો, નોટબુક વિતરણ અને વિશેષ મહાઆરતી જેવા અનેક આયોજન કરવામાં આવશે. 🙏🏻
સામાજિક એકતાનો સંદેશ આપતી વિશેષ મહાઆરતીમાં વિવિધ સમાજ અને ધર્મના લોકો પણ જોડાશે. ❤️
📍 અલથાણ, ભટાર રોડ પાસે, સુરત
ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🏻✨
Udhna, Surat | Sep 16, 2026