સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈને વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. એમ્બ્યુલન્સ તરીકે ઓળખાતી ગાડીમાં મૃતદેહ લઈ જવામાં આવતો હોવાનો વીડિયો/ફોટો સામે આવતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
સવાલ એ છે કે જો ગાડી ખરેખર “એમ્બ્યુલન્સ” તરીકે નોંધાયેલ છે, તો તેમાં મૃતદેહનું પરિવહન કયા નિયમો હેઠળ કરવામાં આવી રહ્યું છે? અને જો મૃતદેહના પરિવહન માટે અલગ Dead Body Van / શબવાહિનીની વ્યવસ્થા છે, તો તેનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નથી?
ખાસ વાત એ છે કે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર માહિતીમાં Ambulance અને Dead Body Vanને અલગ પ્રકારના વાહન તરીકે દર્શાવવામાં આવ્યા છે. SMCની માહિતી પ્રમાણે તેના Fire & Emergency Services વિભાગ દ્વારા જાહેર જનતા માટે Ambulance તથા Dead Body Van બંનેની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તો પછી એમ્બ્યુલન્સ લખેલી ગાડીમાં મૃતદેહ કેમ લઈ જવામાં આવ્યો?
આ મામલે હવે જવાબદાર અધિકારીઓએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.?
Udhna, Surat | Sep 4, 2026