હાલોલ: હાલોલના ટીંબી ત્રણ રસ્તા પાસે એક્ટિવા સ્લીપ ખાઇ જતા વિધાર્થી થયો ઇજાગ્રસ્ત
હાલોલના ટીબી ત્રણ રસ્તા પાસે આજે ગુરુવારે સાંજે એક્ટિવા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં નવગામ રહતો વિદ્યાર્થી પ્રકાશ પ્રવીણભાઈ ચાવડા ઇજાગ્રસ્ત થયો હતો.હાલોલ ની એક સ્કૂલ માં અભ્યાસ કરતો પ્રકાશ સ્કૂલ છૂટ્યા પછી તેના મિત્રને મૂકવા માટે ગયો હતો.ત્યારે તેની એક્ટિવા સ્લીપ ખાઈ જતા તે રોડ પર પટકાયો હતો.અક્સ્માત સર્જાતા તેમને તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર આપવામાં આવી હતી