માંડવી: માંડવીમાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ભવ્ય તિરંગા રેલી યોજાઈ
Mandvi, Kutch | Aug 14, 2026 દરિયાઈ શહેર માંડવી ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.રેલીમાં માંડવી પોલીસ જવાનો, સરકારી અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે યોજાયેલી રેલીથી સમગ્ર માંડવી શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.